ભારતે એન્ટી રેડિએશન મિસાઈલ 'રુદ્રમ'નું સુખોઈ ફાઈટર જેટથી કર્યું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો

રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠન (DRDO)એ એકવાર ફરીથી ઈતિહાસ રચ્યો છે. ભારતે આજે એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલને DRDOએ બનાવીલ છે. તેનું પરીક્ષણ સુખોઈ 30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું. 

ભારતે એન્ટી રેડિએશન મિસાઈલ 'રુદ્રમ'નું સુખોઈ ફાઈટર જેટથી કર્યું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો

નવી દિલ્હી: રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠન (DRDO)એ એકવાર ફરીથી ઈતિહાસ રચ્યો છે. ભારતે આજે એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલને DRDOએ બનાવીલ છે. તેનું પરીક્ષણ સુખોઈ 30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું. 

ભારતમાં બનાવવામાં આવેલી પોતાની રીતની આ પહેલી મિસાઈલ છે જે કોઈ પણ ઊંચાઈથી લક્ષ્યાંક સાંધી શકે છે. આ મિસાઈલ કોઈ પણ પ્રકારના સિગ્નલ કે રેડિએશનને પકડી શકે છે. આ સાથે જ પોતાના રડારમાં લાવીને આ મિસાઈલ નષ્ટ કરી શકે છે. 

The Missile has been developed by the Defence Research and Development Organisation (DRDO). pic.twitter.com/soVBa1eVMx

— ANI (@ANI) October 9, 2020

હજુ આ મિસાઈલ ડેવલપમેન્ટ ટ્રાયલમાં ચાલુ છે. પરંતુ તેની ટ્રાયલ પૂરી થયા બાદ બહુ જલદી તેને સુખોઈ અને સ્વદેશી વિમાન તેજસમાં પણ ઉપયોગ થઈ શકશે. 

અત્રે જણાવવાનું કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ DRDOએ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપીડો (SMART)નું સફળ પરીક્ષણ કર્યું હતું. DRDOએ તેનું ઓડિશાના કાંઠા વિસ્તારે પરીક્ષણ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news